MrJazsohanisharma

50+ Gujarati Suvichar Status | Gujarati Suvichar On Life


Gujarati Suvichar Status Images


જિંદગીની અમુલ્ય મિલકત માણસ ત્યારે જ ગુમાવી દે છે,
જ્યારે તેઓ અસત્યની સાથે સમાધાન કરી લે છે.


માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ,

બાકી માણસ તો ભગવાનથી પણ દુખી છે.


માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે,

જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા.


રોટલી કમાવી મોટી વાત નથી સાહેબ,

પરિવાર સાથે બેસીને ખાવી એ મોટી વાત છે.


થીગડું મારતા આવડવું એ પણ એક કળા છે દોસ્ત,
પછી એ વસ્ત્ર હોય કે વાત.


નવેસરથી ઘડાવા માટે,

ક્યારેક ભાંગી પડવું પણ જરૂરી હોય છે.



જીવનમાં એક તોફાન તો આવવું જ જોઈએ,
ત્યારે જ ખબર પડે કે કોણ હાથ પકડીને ચાલે છે અને કોણ છોડાવીને.


Good Morning Images Gujarati Suvichar


ઈશ્વર કોઈને જુદા પાડતો નથી,
આપણી હોંશિયારી જ આપણને દરેક થી જુદા પાડે છે.


જેમ જેમ તમારું નામ ઉંચું થતું જાય એમ શાંત રહેતા શીખો સાહેબ,
કારણ કે અવાજ હમેંશા સિક્કાઓ કરે છે નોટો નહીં.


સાચા રસ્તે ચાલવાનો લાભ એ મળ્યો,
કે આખા રસ્તે ભીડ જોવા ના મળી.


તસ્વીરમાં નહીં,
પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા.


લાગણીઓના રોકાણ ખોટી જગ્યાએ ના કરતા,
આવકમાં તકલીફ સિવાય કંઇ નહીં મળે.


પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ.


Gujarati Suvichar images

વિશ્વાસ બધા પર ન કરો સાહેબ,
કેમ કે સાકર અને મીઠાનો રંગ એક જ હોય છે.


જેણે પોતાનો સમય ખરાબ જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ નહીં કરી શકે.


દુનિયા તમારા કહેવાથી નહીં,
પણ તમારા ઉદાહરણથી બદલશે.


કોઈના સમય પર હસવાની હીંમત ક્યારેય ના કરતા,
સમય હંમેશા ચેહરા યાદ રાખે છે.


પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય,
જો હૈયું મજબુત હશે તો જીત તમારી જ થશે !!


બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે સાહેબ,
બસ..લાગણીઓ અને વિશ્વાસમાં છેતરાય છે !!


કમર પર હાથ મુકનારા તો ઘણા મળી જશે,
પણ માથા પર હાથ મુકનાર જો કોઈ મળી જાય તો એનો સાથ હંમેશા નીભાવજો !

Images of Gujarati Suvichar


હૃદયમાં લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ આપણું નથી થઇ જતું !!


બે પળની છે જિંદગી તોય જીવાતી નથી,
એક પળ ખોવાઈ ગઈ ને બીજી સચવાતી નથી !!


જે મનથી મજબુત હોય એને કોઈ ઝેર પણ મારી ના શકે,
અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા પણ બચાવી ના શકે !!


સારો ખરાબ એકવાર સૌનો સમય આવે છે,
હિંમત ન હારે એજ વ્યકિત અહીં તો ફાવે છે !!


અંદરથી જાગો ત્યારે જ સાચી સવાર થાય છે,
બાકી તો રોજ રાત પછી એક સવાર થાય છે !!


વ્યસ્ત વ્યક્તિત્વ તો ઘણા છે જગતમાં,
 બસ મસ્ત વ્યક્તિત્વ મળવા મુશ્કેલ છે !!

Gujarati Suvichar images download

હસ્તમેળાપ તો માત્ર પાંચ મિનીટમાં પતી જાય છે,
પણ મન મેળાપ થતા આખી જિંદગી નીકળી જાય છે !!


દરેક વખતે નસીબનો વાંક ના હોય,
ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે ઉભી થાય છે !!


સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું,
ભાષા શીખવી પડે છે લાગણીની !!


જિંદગી જેવી મળે તેવી જીવી લો,
મઝા જીવવામાં છે ફરિયાદો કરવા માં નહીં !!


કેટલા વિચારો આવે છે એ મહત્વનું નથી,

કેવા વિચારો આવે છે એ મહત્વનું છે !!

Best Gujarati Suvichar images 


સપના ભલે સુકાં હોય..

પાણી તો રોજ તાજું જ છાંટવું !!


Good Morning Gujarati Suvichar Sms


બધું મગજ યાદ રાખે છે એ ખોટી માન્યતા છે,
કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે !!


જેનું હૃદય વિશાળ હોય છે,

તેની પાસે ખુશ રહેવાના કારણ પણ હજાર હોય છે !!


જેણે પોતાનો ખરાબ સમય જોયો છે,

એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ નહીં કરી શકે !!


તમારું મૌન સમજી ના શકે,

એ વ્યક્તિ કદાચ તમારા શબ્દોને પણ નહીં સમજે !!


Gujarati Suvichar life images download


એ ખુશી બીજે ક્યાંય નહીં મળે સાહેબ,

જે ખુશી માં-બાપને ખુશ જોઇને મળે છે !!


રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવીને, શરત 

એ છે, કે તમને વિશ્વાસ તમારાં કદમો પર હોવો જોઈએ


કોઈ તમને નીચું દેખાડવા માંગતું હોય તો ગર્વ કરજો કેમ 

કે તમે તેમના થી ઉચ્ચ અને મહાન છો.


અવાજ ઊંચો હશે તો અમુક લોકો સુધીજ પહોંચશે, 

વિચારો ઊંચા હશે તો અનેક લોકો સુધી પહોંચશે


અશક્ય ભલે કંઈ ન હોય પણ 

બધું શક્ય બનાવવું જરૂરી નથી.

Suvichar in Gujarati images


સમય પાસે એટલો સમય નથી,

કે તમને બીજીવાર સમય આપે.


જીવનમાં જીત જરૂરી નથી, 

પણ તમારા બોલેલા શબ્દો ના હારે એ જરૂરી છે !!


હારેલો માણસ જે કરી શકે છે તે

જીતેલો માણસ ક્યારે કરી શકતો નથી.


બેસ્ટ ગુજરાતી સુવિચાર Status


શબ્દોની કિંમત કાંઇ નથી, પરંતુ એને એક વાર વાપર્યા 

પછી તેની કિંમત જરૂરથી ચૂકવવી પડે છે


જિંદગી એક રમત છે જાતે જ નક્કી કરી લો ખેલાડી બનવું કે પછી રમકડું.

*

Post a Comment (0)
Previous Post Next Post